નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઈ આપેલા નિર્ણયની પુનઃસમીક્ષાની માંગ કરતી અરજી પર સુનાવણી માટે સહમતિ આપી  છે. વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, “હાલ તારીખ નક્કી કરવી મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં તેઓ આના પર વિચાર કરશે. રાફેલ સંબંધિત તમામ અરજીઓની સુનાવણી માટે જજોની બેંચ બનાવવી જરૂરી છે.”


રાફેલ પર 14 ડિસેમ્બરના ફેંસલા પર ચાર અરજીઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ સંશોધન અરજી કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરૂણ શૌરીએ પુનર્વિચાર અરજીમાં કોર્ટને રાફેલ આદેશની પુનઃસમીક્ષા કરવાનું કહ્યું હતું.