Rahul Dravid in BJP Event: ટીમ ઈન્ડિયાની 'ધ વોલ' કહેવાતા રાહુલ દ્રવિડ એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપશે. હિમાચલમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. ધર્મશાળાના બીજેપી ધારાસભ્ય વિશાલ નહેરિયાએ પણ દાવો કર્યો છે કે દ્રવિડ તેમની પાર્ટીના આ કાર્યક્રમમાં ચોક્કસપણે હાજરી આપશે.


નાહેરિયાએ કહ્યું છે કે, '12 થી 15 મે સુધી ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક ધર્મશાળામાં યોજાશે. ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશનું નેતૃત્વ સામેલ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપશે. આમાં ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ થશે. તેમની સફળતા અંગે યુવાનોને સંદેશ આપવામાં આવશે કે આપણે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી શકીએ છીએ.


હિમાચલ પ્રદેશમાં 6 મહિના પછી વિધાનસભાની ચૂંટણી


હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને 12 થી 15 મે દરમિયાન ધર્મશાળામાં ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાહુલ દ્રવિડને સામેલ કરીને ભાજપ હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા માંગે છે. આવતા વર્ષે યોજાનારી કર્ણાટક ચૂંટણી અનુસાર ભાજપનું આ પગલું યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.


રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે


પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ગયા વર્ષે જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયા બાદ દ્રવિડને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી હતી. કોચ બનતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ટી-20 અને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની શ્રેણી પણ જીતી હતી. જોકે, દ્રવિડના કોચ હેઠળ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતને ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવવી પડી હતી.