જયપુર: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ આ રેલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું ગત વર્ષે દેશના એક કરોડ યુવાનોની રોજગારી છીનવાઈ પરંતુ પ્રધાનમંત્રી આ અંગે મૌન ધારણ કરી લીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યું યુપીએ સરકારના સમયે દેશનો ગ્રોથ રેટ 9 ટકાહતો, જે હવે ઘટીને 5 ટકા થઈ ગયો છે. આ રેલીમાં મુખ્ય રૂપથી રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં હતા.




યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનું મુખ્ય ધ્યાન યુવાનો પર રહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશનો દરેક યુવક જાણે છે, દરેક દેશ પાસે કોઈને કોઈ મૂડી હોય છે ભારતની સૌથી મોડી મૂડી તેમના યુવા છે. હિંદુસ્તાનના યુવકો આપણી સૌથી મોટી શક્તિ છે.


રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે, આક્રોશ રેલીમાં બેરોજગારી, આર્થિક સંકટ, GDP અને મોંઘવારીના મુદ્દાઓ પર વધું ભાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ તમામ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં લાગી ગઈ છે અને રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર જ જનતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

પાયલટે કહ્યું કે, સરકાર રોજગાર માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કાઢી શકે. જેના કારણે આજે બેરોજગારી દર 45 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. દેશના યુવા વર્ગને દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું સપનું બતાવનારી ભાજપ સરકારની જનવિરોધી નીતિઓના કારણે મુખ્ય 7 સેક્ટરોમાં પાંચ વર્ષમાં 3.64 કરોડ લોકો બેરોજગાર બન્યા છે.