નવી દિલ્લી: OROP મામલે પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલના આપધાત પર રાજકારણ ગરમાયું છે. દિનસે ભિવાનીમાં રામકિશન ગ્રેવાલનો અંતિમ સંસ્કાર કરવામા આવ્યો હતો. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ પક્ષોના નેતાઓ ત્યા પહોંચ્યાં હતા. સાંજે કૉંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્લી જંતર મંતરથી કેંડલ માર્ચ કાઢી હતી. જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીની ફરીવાર પોલીસે એટકાયત કરી છે. તેમને હાલ તુઘલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની દિલ્લી પોલીસે બે દિવસમાં ત્રીજી વખત અટકાયત કરી છે. હાલ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા થયા છે. કૉંગ્રેસે દિલ્લીના જંતર મંતર પર કેંડલ માર્ચનું આયોજન કર્યુ હતું. કૉંગ્રેસના કાર્યકરો ત્યાં જઇ રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા છે. ગઇકાલે પણ બે વખત રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે આજે જંતર મંતર પર કેંડલ માર્ચ યોજવા જઈ રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.