નવી દિલ્હી: ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પાડોશ દેશ કરતા પણ ખરાબ છે. 107 દેશોની યાદીમાં ભારત 94માં નંબર પર છે. તેને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પોતાના ખાશ મિત્રોના ખિસ્સા ભરવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ”ભારતના ગરીબો ભૂખ્યા છે. કારણ કે સરકાર માત્ર પોતાના કેટલાક ખાસ મિત્રોના ખિસ્સા ભરવામાં લાગેલી છે.”


ગ્લોબલ હંગર ઈડેક્સ 2020ની રિપોર્ટ અનુસાર, 27.2 સ્કોર સાથે ભારતમાં ભૂખમરા મામલે સ્થિતિ ખૂબજ ગંભીર છે. રિપોર્ટનું માનીએ તો, ભારતની લગભગ 14 ટકા જનસંખ્યા કુપોષણનો શિકાર છે.

ભારતની રેન્કિંગમાં સુધારો

જો કે, ગ્લોબલ હંગર ઈડેક્સ 2020માં ભારતની રેન્કિંગમાં સુધારો આવ્યો છે. ગત વખતે 117 દેશોની યાદીમાં ભારતનો રેન્ક 102 પર હતો, પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે આ વર્ષે દેશોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ પહેલા ભારત વર્ષ 2015માં 93માં, 2016માં 97માં, 2017માં 100માં ક્રમે, 2018માં 103માં ક્રમ પર હતો. આ રેકોર્ડ જણાવે છે કે ભારતમાં ભૂખમોરો યથાવત છે. ભારતમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે .