રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન ચીનનું નામ નથી લઈ રહ્યા કારણ કે તેઓ નથી ઈચ્છતા કે દેશના લોકોનું ધ્યાન આ મુદ્દા પર જાય કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે.”
ગઈકાલે પીએમ મોદીના સાંજે 6 વાગ્યાના સંબોધન પહેલા પણ રાહુલ ગાંધીએ ચીનને લઈને નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે, ક્યારે ચીની સૈનિકોએ ભારતનીય સરહદમાંથી ખદેડવામાં આવશે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આદરણીય પ્રધાનમંત્રી, આપના 6 વાગ્યના સંબોધનમાં કૃપા કરીને દેશને જણાવશો કે આપ કઈ તારીખે ચીનને ભારતના વિસ્તારમાંથી ખદેડશો.’
ઉલ્લેખીય છે કે, ભારત અને ચીન વચ્ચે લગભગ છેલ્લા 6 મહિનાથી તણાવ છે. આ તણાવને ઓછો કરવા બન્ને દેશો વચ્ચે સૈન્ય સ્તરે અનેક બેઠકો થઈ ચૂકી છે. બન્ને દેશોની સરહદ પર મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે.