નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) પર આધારિત એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપનારા વડાપ્રધાનનો રિપોર્ટ કાર્ડ ‘રાષ્ટ્રીય ત્રાસદી ’ તરીકે સામે આવ્યો છે.


રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, નોકરી નથી, નેતાએ દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. તેમનો લીક્ડ રિપોર્ટ કાર્ડ ‘રાષ્ટ્રીય ત્રાસદી’ તરીકે સામે આવ્યો છે. સાથે રાહુલે ટ્વીટમાં હાઉસ ધ જોશના પેટર્ન પર હેશટેગ હાઉઝ ધ જૉબ્સ લખ્યું છે.


તેઓએ દાવો કર્યો કે, બેરોજગારીનો દર 45 વર્ષોથી સૌથી ઉંચા સ્તર પર છે. 2017-18માં 6.5 કરોડ યુવા બેરોજગાર હતા. નરેન્દ્ર મોદીના જવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીએએ જે રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં આપવામાં આંકડા અનુસાર 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો જે છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધુ છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.