નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલીવાર જમ્મુ-કાશ્મીરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે, અને આમાં કોઇ અન્ય દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. સાથે રાહુલે કહ્યુ કે, પાકિસ્તાન આતંકવાદનુ મોટુ સપોર્ટર છે.


રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, હું આ સરકાર સાથે કેટલાય મુદ્દાઓ પર અસહમત છું, પણ આ બિલકુલ સ્પષ્ટ કરી દઉં છું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. કોઇ ત્રીજા દેશે માથુ મારવાની જરૂર નથી.



રાહુલે વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં હિંસા થઇ છે, કેમકે અહીં પાકિસ્તાન દ્વારા ઉકસાવાયેલા અને સમર્થન કરવામાં આવી રહેલા લોકો છે. પાકિસ્તાન દુનિયભરમાં આતંકવાદનુ મોટુ સમર્થક છે.