નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે દેશમાં મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનને એકદમ ફેલ ગણાવ્યું છે. આ ટ્વિટના માધ્યમથી રાહુલ ગાંધીએ આ કહ્યું છે.


રાહુલ ગાંધીએ જે ટ્વિટ કર્યું છે તેમાં તેમણે કેટલાક દેશોના ઉદાહરણ ગ્રાફ બતાવી લખ્યું છે કે એવું છે જે એક અસફળ લોકડાઉન જેવું લાગે છે. રાહુલ ગાંધીનું માનવું છે કે દેશમાં અનલોકનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અહીં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.



ટ્વીટમાં રાહુલ ગાંધીએ સ્પેન, જર્મની,ઈટલી અને બ્રિટનના દેશોમાં લોકડાઉન લગાવવાની તારીખ અને ભારતના લોકડાઉન અને અનલોકની તારીખની તુલના કરતા લખ્યું છે કે લોકડાઉન એકદમ ફેલ છે.

રાહુલ ગાંધીએ ગ્રાફના માધ્યમથી બતાવ્યું કે જ્યારે આ દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે ત્યાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને જ્યારે કેસ ઓછા થયા ત્યારે અનલોકની પ્રક્રિયા કરવામાં આવી. પરંતુ ભારતમાં જ્યારે અનલોક કરવામાં આવ્યું છે ત્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.