Rahul Gandhi Disqualification:  સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. જે બાદ કોંગ્રેસના નેતાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.  સભ્યપદ રદ કરવાની જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેરળના રહેવાસી આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં મહિલાએ લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.






નોંધનીય છે કે કેરળની વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને શુક્રવારે (24 માર્ચ) લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે તેમને (રાહુલ ગાંધી)ને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.


લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 શું કહે છે?


જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલા વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવે છે. આ સાથે તે વ્યક્તિ સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. તે સ્પષ્ટ છે કે જો સજા યથાવત રહેશે તો તે વ્યક્તિ 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.


નોંધનીય છે કે સુરતની એક કોર્ટે 23 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી બદલ 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, સુનાવણી દરમિયાન જ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે.


લોકસભા સચિવાલયે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ પહેલીવાર ટ્વીટ કર્યું હતું. જાહેર છે કે, ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' અંગે આપેલા નિવેદન પર 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

જો કે, કોર્ટે જામીન મંજૂર કર્યા અને તેની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે. દરમિયાન, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. કોંગ્રેસે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કાયદાકીય અને રાજકીય લડાઈ ચાલુ રહેશે. આ સાથે પાર્ટીએ આંદોલનની ચેતવણી આપી છે.

આ મામલે રાહુલ ગાંધીએ આ મામલે પહેલીવાર જ ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીને કરેલા ટ્વિટમાં કહ્યું હતું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. આ માટે હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.