નવી દિલ્હીઃ આરજેડી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેજસ્વીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ફક્ત રાહુલ ગાંધી જ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી.
તેજસ્વીએ કહ્યુ કે 2019 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, એનસીપી નેતા શરદ પવાર અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી સૌ સામેલ છે અને વિપક્ષ આ તમામ નામોમાંથી જે કોઇનું પણ નામ વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરે છે તે તેમને મંજૂર છે.
તેજસ્વી યાદવનું કહેવું છે કે કોગ્રેસ વિપક્ષી દળોમાં સૌથી મોટી પાર્ટી છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષ પાર્ટીઓને એક કરવાની જવાબદારી રાહુલ ગાંધી પર છે. વિપક્ષી દળનો જે પણ નેતા બંધારણની રક્ષા કરશે તેને તે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઉમેદવાર તરીકે તેમને રાહુલ ગાંધી કે વિપક્ષમાંથી કોઇ અન્યના નામ પર વિરોધ નથી ફક્ત તેઓ બંધારણનું રક્ષણ કરવામાં સક્ષમ હોવો જોઇએ.