ઘટના સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હૂમાયૂ રોડ પર એક બાઈકના ટક્કરથી પત્રકાર રાજેન્દ્ર વ્યાસનો અકસ્માત થયો હતો. તે દરમિયાન રાહુલ ગાંધીનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા હતા અને પત્રકારને પોતાની ગાડીમાં બેસાડીને એમ્સ લઈ ગયા હતા. પત્રકારને એમ્સ પહોંચાડ્યા બાદ તેઓ ઇંદિરા ગાંધી સ્ટેડિયમ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમેઠીમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું- આ વખતે ભાઈ રાહુલ જ બનશે પ્રધાનમંત્રી
આ પહેલા પણ આ જાન્યુઆરીમાં જ્યારે રાહુલ ગાંધી ઓડિસામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યાં તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા તે દરમિયાન તેમના પર ધ્યાન આપવા જતાં એક પત્રકાર સીડીઓ પરથી નીચે પડી ગયો હતો અને તેના પર રાહુલ ગાંધીનું ધ્યાન જતાં તરત તેમની પાસે પહોંચ્યા હતા અને હાથ પકડીને તેને ઊભા કર્યો હતો. જેને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.