5 વર્ષ પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ તેની કુલ સંપત્તિ 66 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. એફિડેવિટ મુજબ છેલ્લા પાંચ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે બંને 10-10 કરોડ કમાયા છે. 2013-14માં હેમા માલિનીએ આઈટી રિટર્નમાં 15.93 હજાર કરોડ રૂપિયા દર્શાવ્યા હતા જ્યારે 2017-18ના રિટર્નમાં 1.19 કરોડ રૂપિયાથી વધુની રકમ દર્શાવી છે. પાંચ વર્ષ દરમિયાન તેની કુલ આવક 9.87 કરોડ રૂપિયા અને ધર્મેન્દ્રની 9.72 કરોડ રૂપિયા છે.
હેમા માલિની પાસે કુલ બે કાર છે. જેમાથી એક મર્સિડીઝ તેણે 2011માં 33,62,654 રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત એક ટોયોટા છે, જે 2005માં પાંચ લાખ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે ધર્મેન્દ્ર પાસે 1965માં માત્ર સાત હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલી રેન્જ રોવર, 8000માં ખરીદીવામાં આવેલી મારુતિ 800 અને 37 હજારમાં ખરીદેલી પ્રથમ મોટર સાઇકલને હજુ સુધી ગેરેજની બહાર કાઢી નથી.
હેમા માલિની અને ધર્મેન્દ્રની સંયુક્ત સંપત્તિ 123.85 કરોડ રૂપિયા (1.23 બિલિયન ડોલર) છે. ધર્મેન્દ્ર પર 7.37 કરોડ રૂપિયા અને હેમા માલિની પર 6.75 કરોડ રૂપિયાનું દેવું છે. 2014 મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયા પહેલા હેમા માલિની 2003થી 2009 અને 2011થી2012 સુધી રાજ્યસભા સાંસદ પણ રહ્યા હતા.
ગોવાઃ ડેપ્યુટી CM ધવલીકરને હટાવાયા, જાણો કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય
ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ ?
આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
ટિકીટ ન મળતાં નારાજ થયેલા નેતાઓને મનાવવાની જવાબદારી કોને અપાઇ? જુઓ વીડિયો