મેરઠ: ઉત્તરપ્રદેશમાં દેવરિયાથી દિલ્લી સુધીની કિશાન યાત્રા દરમિયાન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે મેરઠમાં એક રોડ શોમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાંધ્યું હતું. અને કહ્યું કે મોદી માત્ર મોટા માણસોના મિત્ર છે. પ્રધાનમંત્રી પર પ્રહારો કરતા કહ્યું તેમણે 56 ઈંચની છાતી દેખાડી કાળા નાણું પાછું લાવવાની વાત કરી હતી, પરંતુ તેમના સમગ્ર દાવા પોકળ સાબિત થયા છે. મોદીએ ભષ્ટ્રચાર સામે લડવાની વાત કરી હતી, પરંતુ આ મામલે તેમનો દાવો ખોટો સાબિત થયો છે. ખેડૂતો, મજુરો અને નાના દુકાનદારોના ખીસ્સામાં પૈસા નથી આવ્યા, માત્ર દેશના 15 ઉદ્યોગપતિઓ ખીસ્સામાં પૈસા આવ્યા છે. હાલના સમયમાં માત્ર મોદીજી અને તેમના મિત્રો મસ્ત છે. દેશની ગરીબ જનતા ત્રસ્ત છે.

શહેરમાં આયોજિત નુક્કડ સભાઓમાં કૉંગ્રેસ ઉપાધ્યક્ષે પ્રધાનમંત્રીને આડે હાથ લેતા કહ્યું કે તે માત્ર મોટા માણસોના મિત્ર છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશના 15 ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રીએ પુષ્કળ પૈસા આપ્યા છે. ગરીબ ખેડૂતો દેવામાં ડૂબેલા છે તેમની પાસેથી દેવું વસૂલ કરવામાં આવે છે જ્યારે ઉદ્યોગપતિઓના કરોડા રૂપિયાનું દેવું મોદીજીએ માફ કરી દીધું છે. મોદીજી તેમના મિત્રોનું કાળુ નાણું સફેદ કરવામાં લાગ્યા છે, તેમના માટે‘ફેયર એન્ડ લવલી સ્કીમ’ લાવ્યા છે.