નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ડિગ્રી વિવાદમાં દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે સર્ટિફિકેટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે મામલાની સૂનવણી કરતા ગુરુવારે કહ્યું કે, 15 ઓક્ટોબર સુધીમાં તેમના સર્ટિફિકેટ કોર્ટમાં જમા કરાવે.
કોર્ટે સાક્ષ્ય અધિનિયમની કલમ 65(B) પ્રમાણે સર્ટિફિકેટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી આયોગને સર્ટિફિકેટ આપવા કહ્યું છે જે ચૂંટણી વખતે જમા કરાવ્યા
હતા. જેથી ઈલેક્ટ્રોનિક ડાટાથી તેમની ઓળખાણ થઈ શકે. આ મામલે આગામી સૂનવણી 15 ઓક્ટોબરે થશે.