તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધની વાત બીજેપીના લોકોને પહેલાથી જ ખબર હતી. રાહુલે સવાલ કર્યો હતો કે, પ્રધાનમંત્રી તરફથી 8 નવેમ્બરે જાહેરાત કરવામાં આવી તે પહેલા જ પશ્ચિમ બંગળના બીજેપીના લોકોને કરોતડો રીપિયા જમા કરાવી દીધા હતા?
તેમણે જણાવ્યું હતું કે, "બીજેપીના લોકો 2000 રૂપિયાની નોટોના બંડલો લઇને ઉભેલા જોઇ શકાય છે. જે સોશિયલ મીડિયમાં મોદીની જાહેરાત પહેલા જ વાયરલ થઇ ગઇ હતી." રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "મોદી સરકારનું આ પગલું મોટું કૌભાંડ સાબિત થશે."