Congress Working Committee: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 23 જૂને પટનામાં સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી એકતા અંગે યોજાયેલી બેઠકમાં પણ પહોંચ્યા હતા. આ દરમિયાન,સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (1 જુલાઈ) નવી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) અંગે ખડગેને મળ્યા હતા. જેમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરબદલની પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખડગેના અધ્યક્ષ બન્યાના આઠ મહિના બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના થઈ શકે છે.


મલ્લિકાર્જુન ખડગેને કેમ સત્તા આપવામાં આવી?
ઈન્ડિયા ટુડે મુજબ,ખડગેને આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના પૂર્ણ સત્ર દરમિયાન ખડગેને CWCની ચૂંટણી કરવાને બદલે સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, પાર્ટીના બંધારણમાં સુધારો કરીને, CWCમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), મહિલાઓ, લઘુમતી અને અન્ય પછાત વર્ગો (OBC) ને 50 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર,આ સિવાય કોંગ્રેસના ઉદયપુર ચિંતન શિવિરમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને CWC સહિત સંગઠનના તમામ સ્તરે 50 ટકા પોસ્ટ્સ આપવા અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પછાત, એસસી, એસટી અને લઘુમતીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત નક્કી કરવામાં આવી હતી.


અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કયા ફેરફારો કર્યા?
પીટીઆઈના જણાવ્યા અનુસાર, નવી CWCની રચના કરવામાં આવી નથી, પરંતુ ખડગેએ રાજ્ય અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સ્તરે કેટલીક નિમણૂકો પણ કરી છે. ખડગેએ તાજેતરમાં રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી, જ્યારે દીપક બાબરિયાને હરિયાણા અને દિલ્હી માટે AICC પ્રભારી સોંપવામાં આવ્યા હતા.પંજાબના મહાસચિવ અને પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાને તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. રાજસ્થાનના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


ણિપુરમાં પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- હિંસાથી ઉકેલ નહી મળે


હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે ​​પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.


મણિપુરમાં પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી હતી. રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા.