રાહુલ ગાંધીએ કહ્યું, “હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું અને તે મારી સાથે કોલેજમાં હતા, હું સારી રીતે તેમને ઓળખું છું. તે પોતાની રાજકીય કારકિર્દીને લઈ ચિંતિત થઈ ગયા છે અને પોતાની વિચારધારાને છોડી આરએસએસ સાથે ગયા છે. ”
જ્યોતિરાદિત્ય સિંધિયાને ન તો ભાજપમાં કોઈ સન્માન મળશે, ના તો પોતાને સંતોષ થશે. જ્યોતિરાદિત્ય આજે જે કંઈ પણ બોલી રહ્યાં છે, તે તેમના દિલનો અવાજ નથી. તેમના મનમાં કંઈક અલગ છે અને જીભ પર કંઈક બીજુ. - રાહુલ ગાંધી
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલમાં સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસ છે. નબળી અર્થવ્યવસ્થાના કારણે દેશ પર અસર પડશે. અમને દેશની ચિંતા છે. રાહુલે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર કહ્યું કે, આપણે જે જોયું તે માત્ર સુનામીની શરૂઆત છે. હજુ વધારે ખરાબ સ્થિતિ થશે. વડાપ્રધાન મોદી અર્થવ્યવસ્થા પર એક શબ્દ પણ નથી બોલતા, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણને અર્થવ્યવસ્થાની સમજ જ નથી.