નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં તેમણે ખેડૂતો પર સતત આક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનો કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલે ખેડૂતોને કહ્યું કે, તમને મારવાની કોશિશ થઈ રહી છે અને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ તેના વીડિયો મેસેજમાં કહ્યું, દેશના ખેડૂતોને મારા નમસ્કાર. તમારા પર આક્રમણ ચાલુ છે. સૌથી પહેલા નોટબંધી, બાદમાં જીસએટી અને હવે કોરોનાના સમયમાં એક રૂપિયો ન આપ્યો. તમને મારવાની કોશિશ થઈ રહી છે, તમને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ્સને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે અને હવે આ ત્રણ ભયંકર કાનૂન. તમને ખતમ કરવાના કાનૂન. તમારા પગ પર કુહાડી મારનારા કાનૂન. અમે તમારી સાથે ઉભા છીએ અને આ કાનૂનને અમે રોકીશું, સાથે મળીને આપણે અટકાવીશું.

રાહુલે આગળ કહ્યું, સરકારને હું કહેવા માંગુ છું કે તમે ખૂબ મોટી ભૂલ કરી છે. જો ખેડૂતો સડક પર ઉતરી આવશે તો ખૂબ જબરદસ્ત મોટું નુકસાન થવાનું છે. આ કાનૂન તમે પરત લો, સમય ન વેડફો. આ કાયદાને તમે પરત લો અને ખેડૂતોને એમએસપીની ગેરંટી આપો.

સંસદમાં પાસ થયેલા કૃષિ બિલોને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધ, રેલ રોકો આંદોલન કર્યુ છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને વિપક્ષનો પણ સાથ મળ્યો છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ