Rahul Gandhi News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેબમાં મુસાફરી કરી અને તેના ડ્રાઇવર સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે આવક ઓછી અને મોંઘવારીથી નીકળે છે દમ. આ છે ભારતના gig workersની વ્યથા. સુનીલ ઉપાધ્યાય સાથે એક ઉબેર યાત્રા દરમિયાન ચર્ચામાં અને પછી તેમના પરિવારને મળીને દેશના કેબ ડ્રાઇવર અને ડિલિવરી એજન્ટો અને gig workersની સમસ્યાઓ જાણી હતી. હેડ ટૂ માઉથ ઇન્કમમાં તેમનું જીવન આર્થિક તંગીમાં પસાર થઇ રહ્યું છે. તેમની પાસે કોઈ બચત નથી અને તેમના પરિવારના ભવિષ્ય માટે કોઈ આધાર નથી. તેના સમાધાન માટે કોંગ્રેસની રાજ્ય સરકારો નીતિઓ બનાવીને ન્યાય કરે.
કેબ ડ્રાઇવર સાથે કરી વાતચીત
આ દરમિયાન કેબ ડ્રાઈવરે રાહુલ ગાંધીને કહ્યું હતું કે "હું પાંચ વર્ષથી કેબ ચલાવું છું. પહેલા હું એક કંપનીમાં નોકરી કરતો હતો પછી જ્યારે લગ્ન થયા ત્યારથી કેબ ચલાવું છું. બે-બે દિવસ સુધી સતત કેબ જ ચલાવું છું. અગાઉ જ્યારે સીએનજીના રેટ 30 રૂપિયા હતો ત્યારે પણ કેબ આ જ રેટ પર ચાલતી હતી અને હવે 95 રૂપિયા થઇ ગયો છે તો પણ એ જ રેટ પર કેબ ચાલી રહી છે. 2011-12માં કેબનું કામ ખૂબ સારું હતું. તે સમયે તો કંપની પણ 10 હજાર રૂપિયા આપતી હતી.
તેમના નિવાસસ્થાને પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ડ્રાઈવરને ભેટ પણ આપી હતી. આ પછી ડ્રાઈવરે કહ્યું કે રાહુલ ગાંધીએ ટેક્સીમાં મુસાફરી કરી તે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. ડ્રાઇવરે કહ્યું કે રાહુલ ગાંધીને મળીને ખૂબ જ આનંદ થયો અને તેમણે જે પણ પૂછ્યું તેનો ખચકાટ વિના જવાબ આપ્યો હતો. આ પછી વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તે કેબ ડ્રાઈવરના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી અને સાથે ભોજન પણ લીધુ હતું.