નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય રાજ્યોમાંથી વતન પરત ફરી રહેલા શ્રમિકો પાસેથી ભાડું વસૂલવાને લઈ રેલવે પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યુ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, "રેલવે એકબાજુ પીએમ કેયર્સ ફંડમાં 151 કરોડ રૂપિયા આપી રહ્યું છે અને બીજી તરફ પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું વસૂલી રહી છે. આ ગૂંચવણ ઉકેલો."

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.

પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું આ નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું છે.