નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલીક સલાહ સાથે માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ગરીબો, મજૂરો અને નાના વેપારીઓને રાહત પેકેજ આપે. રાહુલ ગાંધીએ 50 ટકા ગરીબોને સીધા 7500 રૂપિયા આપવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો લૉકડાઉનના કારણે ઝઝૂમી રહ્યાં છે, તેમની મદદ કરવા માટે આપણે લૉકડાઉનને ચાલુ નથી રાખી શકતા. હું સરકારને અનુરોધ કરીશ કે તે રાજ્ય સરકારોને, જિલ્લાધિકારીઓને પોતાના પાર્ટનર તરીકે જુએ, અને નિર્ણય લેવા માટે કેન્દ્રીકૃત ના કરે. રાહુલે કહ્યું, હાલની પરિસ્થિતિને જોતા લૉકડાઉન ઠીક છે, પણ આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તેમાંથી ખોલીને આગળ નીકળવુ જોઇએ. કોંગ્રેસ પાર્ટી સહયોગ કરવા તૈયાર છે.
રાહુલે કહ્યું આપણે એક કઠીન પરિસ્થિતિમાં છીએ, અને ગરીબોના હાથમાં સીધા 7500 રૂપિયા આપવાનો વિચાર મહત્વપૂર્ણ છે. જો સરકારે લૉકડાઉન ખોલવા માટે ઇચ્છે, તો લોકોના મનમાં બિમારીના ડરને કાઢવો પડશે. કોરોના સંકટ સામે લડવાની સરકારની ગતિવિધિઓમાં પારદર્શિતા લાવવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ પોતાના ઘરે જઇ રહેલા મજૂરોની મદદ માટે સરકારને આગળ આવવા અને તેમની તકલીફો દુર કરવાની પણ સલાહ આપી છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે કરી માંગ, દેશના 50 ટકા ગરીબ લોકોને 7500 રૂપિયાની સીધી મદદ આપો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2020 12:39 PM (IST)
રાહુલે કહ્યું, હાલની પરિસ્થિતિને જોતા લૉકડાઉન ઠીક છે, પણ આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તેમાંથી ખોલીને આગળ નીકળવુ જોઇએ. કોંગ્રેસ પાર્ટી સહયોગ કરવા તૈયાર છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -