નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં 21 મિનીટ સુધી બૉમ્બમારી કરીને 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સંબંધમાં વધુ ખટાશ આવી ગઈ છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું જોવા મળી રહ્યું છે. ભારતે જૈશનો કંટ્રોલ રૂમ તબાહ કર્યો હતો. અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ વાયુ સેનાની બહાદુરી માટે લખ્યું, ‘હું વાયુ સેનાના પાઈલોટોને સલામ કરું છું.’


પુલવામા હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લગાવ્યો છે. જોકે, પાકિસ્તાનની સેનાના આ આરોપ પર ભારતીય સેના તરફતી કોઈ પ્રતિક્રિયા આવી નથી.