નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ ચાલ્યો છે. પાર્ટીએ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈકના આગેવાની કરનાર લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડા (રિટાયર્ડ)ને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર એક ટાસ્ટ ફોર્સની રચના કરી છે, જે દેશ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. ખાસ વાત એ છે કે રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ હુડા આ ટાસ્ક ફોર્સને લીડ કરશે. તે નિષ્ણાંતોનાં ગ્રુપ સાથે વિચાર વિમર્શ કરી ડોક્યુમેન્ટ તૈયાર કરશે. તમને જણાવીએ કે, સર્જિકલ સ્ટ્રાઈક સમયે હુડા નોર્ધર્ન આર્મી કમાન્ડર હતા.


ઉલ્લેખનીય તત્કાલિન લેફ. જનરલ (નિવૃત) ડી. એસ. હુડ્ડાએ આ મામલે બહુ પ્રચાર અંગે આકરી ટીકા કરી હતી. હુડ્ડાએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે સર્જીકલ સ્ટ્રાઇકને લઇને વધુ પ્રચાર કરવામાં આવ્યો’ સેનાનું ઓપરેશન મહત્વપૂર્ણ હજુ અને અમારે આવું જ કરવું હતુ. પરંતુ આ બાબતને લઇને કેટલું રાજનીતિકરણ થવું જોઇતું હતું અને તે કેટલું યોગ્ય હતું તે રાજકારણીઓને પુછવું જોઇએ’.