નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન સામે કાર્યવાહી કરી રહ્યું છે. આજે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન જતું પોતાના હિસ્સાનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટ કરી કહ્યું, હવે પાણીની દિશા બદલી તેને પંજાબ અને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બુધવારે કહ્યું હતું કે જે ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જાય છે તે નદીઓના પાણીને બંધ બનાવીને રોકવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ નદીઓના પાણીને યમુના નદીમાં લાવવામાં આવશે. જ્યારે આ યોજના લાગુ કરવામાં આવશે તો નદીમાં પાણી પર્યાપ્ત થઈ જશે.

વાંચો: પુલવામા હુમલા બાદ જાગી સરકાર, કાશ્મીરમાં જવાનોને મળશે હવાઇ યાત્રાની સુવિધા

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટ કરતા લખ્યું, અમારી સરકારે નિર્ણય કર્યો છે કે ભારતમાંથી થઈને પાકિસ્તાન જતા પાણીને રોકવામાં આવે. અમે આપણી પૂર્વી નદિઓના પાણીની દિશા બદલશું. ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુઝફ્ફરનગરની જનતા માટે 4700 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય રાજ માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં ગડકરીએ મુઝફ્ફરનગરની ગર્વમેન્ટ ઇન્ટર કોલેજમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન રાખ્યું હતું.