નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પોતાના 'મન કી બાત' સીરીઝનો બીજો વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં રાહુલ ગાંધી ચીનને લઇને મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા. પોતાની બીજા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ સામાન્ય સીમા વિવાદ નથી, મને ચિંતા છે કે ચીની આજે આપણા વિસ્તારોમાં બેસ્યા છે.


રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીની વડાપ્રધાનને તેમની મજબૂત નેતાની ઇમેજમાં ફસાવવા માંગે છે. જો ચીનીઓને આવુ કરવાનો મોકો આપવામાં આવે તો ભારતના વડાપ્રધાન આ દેશ માટે કોઇ કામના નહીં રહે. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે મોદી સરકારની ખોટી નીતિઓથી ચીનને આક્રમક થવાનો મોકો મળ્યો.



રાહુલ ગાંધીએ કહ્યું કે, સીમા વિવાદ એક સમજી વિચારેલી રણનીતિ છે, જે ભારતના વડાપ્રધાન પર દબાણ લાવવા માટે, તે લોકો એક ખાસ રીતે દબાણ ઉભી કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન નરેન્દ્ર મોદીને કહી રહ્યું છે કે જો તમે ચીન ઇચ્છે તે નહીં કરો તો અમે નરેન્દ્ર મોદીની મજબૂત નેતાની ઇમેજ ખતમ કરી દઇશું. હવે સવાલ એ છે કે આના પર નરેન્દ્ર મોદી શું પ્રતિક્રિયા આપે છે. શું તે પડકારને ઝીલશે, કે પછી ના પાડી દેશે. હું ભારતનો વડાપ્રધાન છું અને મને મારી ઇમેજને લઇને કોઇ ચિંતા નથી, કે પછી તે તેમની આગળ હથિયાર મુકી દેશે.