નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ દિવસ પહેલા જ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, રસી લેવાને કારણે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે સંસદમાં હાજર રહ્યા ન હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે તેમણે કોવેક્સીન રસી લીધી છે કે કોવિશીલ્ડ.


નોંધનીય છે કે, ભાજપ કોરોના રસી લેવામાં વિલંબને લઈને રાહુલ ગાંધીને સવાલ કરી ચૂક્યું છે અને રાહુલ પર નિશાન સાધતી રહી છે. જૂનમાં કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોવિશીલ્ડ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે અને તેની દીકરી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રથમ ડોઝ લીધો છે. કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોરોનાથી ઠીક થયા બાદ ડોક્ટરોની સલાહ અનુસાર રસી લેશે.


રસીકરણને લઈને સરાકરને ઘેરતી રહી છે કોંગ્રેસ


સુરજેવાલા અનુસાર મોદી સરાકર બિનજરૂરી મુદ્દા ઉભા કરવાને બદલે 31 ડિસેમ્બર, 2021 સુધી 100 કરોડ ભારતીયોને રસીકરણો ટાર્ગેટ પૂરો કરવા માટે રોજ 80 લાખથી 1 કરોડ ડોઝ આપવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, “આ એક માત્ર રાજ ધર્મ છે, જેનું તેમણે પાલન કરવાની જરૂરત છે.”


કોંગ્રેસ રસીકરણ રણનીતિને લઈને સરકારની ટીકા કરતી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, તમામ ભારતીયોને રસીકરણ કેવી રીતે કરવામાં અને ભવિષ્યમાં તેને કોરોનાથી કેવી રીતે બચાવવામાં આવે તેના પર સરકાર પોતાની નીતિને જાહેર કરવી જોઈએ.


દેશમાં રસીકરણ


દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3,16,13,993

  • એક્ટિવ કેસઃ 4,08,920

  • કુલ રિકવરીઃ 3,07,81,263

  • કુલ મોતઃ 4,23,810