નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ મહામારીના વધતા કેસો અને દેશની અર્થવ્યવસ્થાને લઇને મોદી સરકાર પર ફરી એકવાર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ આ વખતે મોદી સરકારને આડેહાથે લેતા મોદી સરકારનુ રિપોર્ટ કાર્ડ ટ્વીટ કર્યુ છે. રિપોર્ટ કાર્ડ એવુ છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સંબંધિત મૃત્યુદરના કેસોમાં કેટલાય એશિયન દેશો કરતા આગળ છે અને વિકાસ દરમાં પાછળ છે.


રાહુલ ગાંધીએ શું કર્યુ ટ્વીટ
રાહુલ ગાંધીએ જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બસુ દ્વારા સંગ્રહિત આંકડા શેર કરતા ટ્વીટ કર્યુ- મોદી સરકારનું રિપોર્ટ કાર્ડઃ કોરોના મૃત્યુદરમાં સૌથી આગળ જીડીપી દરમાં સૌથી પાછળ.



રાહુલ ગાંધીએ જે આંકડા શેર કર્યા તે પ્રમાણે, ચીન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને કેટલાય અન્ય એશિયન દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાયરસના કારણે પ્રતિ 10 લાખ વસ્તીમાં મરનારાઓની સંખ્યા વધુ છે. આ આંકડાંમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે જીડીપી વૃદ્ધિ દરના કેસોમાં ભારત આ દેશોથી પાછળ છે.