નવી દિલ્લી: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી થોડા સમયમાં પાર્ટી અધ્યક્ષ બની શકે છે. આ નિવેદન આપ્યું છે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ. મંગળવારે સમાચાર એજંસી એએનઆઈને કહ્યું રાહુલ ગાંધી થોડા સમયમાં પાર્ટી અધ્યક્ષ બનશે, પરંતુ વધારે માહિતી હુ નહી આપી શકું. હાલ સોનિયા ગાંધી પાર્ટી અધ્યક્ષ છે. 69 વર્ષના સોનિયા ગાંધી 1998માં પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. ત્યારથી તેઓ આ પદ પર છે. કૉંગ્રેસ પાર્ટીના 100 વર્ષથી વધુના ઈતિહાસમાં સોનિયા ગાંધી સૌથી વધુ વખત સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યા છે. રાહુલ ગાંધીને જાન્યુઆરી 2013માં પાર્ટી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ અને 2019 લોકસભાને ધ્યાનમાં રાખી કૉંગ્રેસ રાહુલ ગાંધી પર મહત્વની જવાબદારીઓ સોંપવાનું દબાણ છે.
આગામી વર્ષે જે રાજ્યોમાં ચૂંટણી છે તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવા મોટા રાજ્યો સામેલ છે. યુપીમાં કૉંગ્રેસ સત્તા મેળવવા માટે તડતોડ મહેનત કરી રહી છે. રાહુલ ગાંધીએ યુપીમાં કિશાન યાત્રા અને ખાટ સભા પણ આયોજીત કરી છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન સમગ્ર ઉત્તર પ્રદેશમાં બેઠકો પણ કરી છે.