Rahul Gandhi Disqualification : સુરતની કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ અંગે કોંગ્રેસ રવિવારે દેશભરમાં સત્યાગ્રહ આંદોલન કરી રહી છે. કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના નેતાઓ દ્વારા આ મામલે જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ મામલે હવે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ રાહુલ ગાંધીને મોટું હથિયાર આપ્યું છે. તેનો ફાયદો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જોવા મળશે.
શત્રુઘ્ને ચીની કહેવતનું ઉદાહરણ આપ્યું
શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, ખૂબ મોટી અને સારી શરૂઆત થઈ છે. એક ચીની કહેવત છે - હજાર માઈલની યાત્રા એક પગલાથી શરૂ થાય છે. તેનો અર્થ એ છે કે, હજાર માઈલ ચાલવાની શરૂઆત પ્રથમ પગલાથી થાય છે. હું આ માટે પીએમ મોદીને, મારા મિત્ર, ફ્રેંડ્સ ઓફ સોસાયટીને અભિનંદન આપું છું. આ વિનાશના સમયની વિપરીત બુદ્ધિ છે. પીએમ મોદી અને સત્તાધારી સરકારે રાહુલ ગાંધીને જોરદાર હથિયાર આપી દીધું છે.
રાહુલના મુદ્દે વિપક્ષ એક થયો
તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના મુદ્દે અમારી નેતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે ખોટું થયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને ઓછામાં ઓછી 100 સીટો મળશે. જે સોને પે સુહાગા જેવુ થશે. હું શાસક પક્ષ અને પીએમ મોદીનો આભાર માનું છું કે, તમે જે કર્યું છે તેની કિંમત તમારે ચૂકવવી પડશે. રાહુલ ગાંધીના નેતૃત્વને ચાર ચાંદ લાગી જશે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે વિરોધ પક્ષોને 236 બેઠકો મળી હતી. જો શત્રુઘ્ન સિન્હાનો દાવો સાચો નીકળે તો આ સંખ્યા 336 સુધી પહોંચી શકે છે. પરંતુ શું તે સમયની રાજકીય પરિસ્થિતિમાં તમામ પક્ષો સાથે આવશે? આ એક મોટો પ્રશ્ન છે.
Rahul Gandhi : અચાનક પત્રકાર પર ભડક્યા રાહુલ ગાંધી ને કહ્યું - "તો તમે તમારી છાતી..."
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ શનિવારે પહેલીવાર મીડિયાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પત્રકારોના સવાલ પર રાહુલ ગાંધી ગુસ્સે થઈ ગયા હતાં. એક પત્રકારના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જુઓ ભાઈ... પહેલો પ્રયાસ અહીંથી આવ્યો, બીજો ત્યાંથી આવ્યો.... તમે સીધા બીજેપી માટે કેમ કામ કરો છો. થોડી ચર્ચા કરો યાર. થોડુ ફેરવીને તો પુછો. શું તમને પણ ઓર્ડર આપવામાં આવ્યો છે કે શું? જુઓ, કેવા મુસ્કુરાઈ રહ્યા છે. જો તમે ભાજપ માટે કામ કરવા માંગો છો તો તેનો ઝંડો તમારી છાતી પર લગાવી દો. પછી હું એ જ રીતે જવાબ આપીશ.