નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીને મળેલી કારમી હાર બાદ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું ધર્યું છે. જોકે, કોગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદંબરમે કહ્યું કે, રાહુલ ગાંધીની જગ્યા હાલમાં પાર્ટીમાં કોઇ લઇ શકે નહી અને જો તે રાજીનામું આપશે તો કોગ્રેસના કાર્યકર્તા આત્મહત્યા કરી લેશે. સૂત્રોના મતે રાહુલ ગાંધીને રાજીનામું આપતા રોકવાનો પૂરતો પ્રયાસ પ્રિયંકા ગાંધીએ કર્યો હતો.
કોગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટની, અહમદ પટેલ અને ચિદંબરમ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રાહુલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, જો રાહુલ ગાંધી રાજીનામું આપશે તો તે ભાજપની જાળમાં ફસાઇ જશે. જોકે, કોગ્રેસ કાર્યસમિતિએ રાહુલના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો અને અધ્યક્ષની રીતે કોઇ પણ નિર્ણય લેવાની છૂટ આપી હતી. જોકે, ચોંકાવનારી વાત એ રહી કે રાહુલ ગાંધી પોતાના રાજીનામાને લઇને જીદ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીનું રાજીનામું ભાજપની ચાલમાં ફસાઇ જવા બરોબરઃ પ્રિયંકા ગાંધી
abpasmita.in
Updated at:
26 May 2019 10:27 AM (IST)
કોગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટની, અહમદ પટેલ અને ચિદંબરમ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રાહુલને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -