મુંબઇઃ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પોતાની પત્ની સાથે લંડન જઇ રહ્યા હતા ત્યારે તેમને મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તેમને રોક્યા હતા અને બંન્નેની અટકાયત કરી હતી. નરેશ ગોયલ અને તેમની પત્નીને દેશ છોડતા સમયે રોકવામાં આવ્યા હતા. નરેશ ગોયલ વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નરેશ ગોયલ અને અનીતા ગોયલ એમિરેટ્સ ફ્લાઇટથી લંડન જઇ રહ્યા હતા. બંન્ને ફ્લાઇટમાં બેસી ચૂક્યા હતા પરંતુ તેમની ફ્લાઇટને રોકવામાં આવી હતી અને તેમની અટકાયત કરાઇ હતી.


જેટ એરવેઝ સંકટ મામલામાં બે તપાસ એજન્સીઓ ઇડી અને સીરિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન નરેશ ગોયલની ભૂમિકાની તપાસ કરી રહી છે. આર્થિક સંકટને કારણે જેટ એરવેઝે તાજેતરમાં જ ઉડાણ બંધ કરી હતી. કંપનીના અનેક ટોચના અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. નોંધનીય છે કે કંપની પર 11000 કરોડનું દેવું છે. જેમાં કર્મચારીઓનો પગાર પણ સામેલ છે.