નવી દિલ્હીઃ રેલવે કર્મચારીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. બુધવારે રેલવેએ કહું કે તે પોતાના 13 લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વિમા યોજના આપવા વિચાર કરી રહ્યું છે. એક નિવેદનમાં રેલવે કહ્યું કે, તે પહેલાથી જ પોતાના કર્મચારીઓ અને તેના આશ્રિત પરિવારના સભ્યોને રેલવે કર્મચારી લિબરલાઇઝ્ડ હેલ્થ સ્કીમ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસીઝના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે.


રેલવેએ નિવેદનમાં કહ્યું કે, ભારતીય રેલવે હવે રેલવે કર્મચારીઓના ચિકિત્સા ઉપચારના દાયરાને વ્યાપક બનાવવા પ્રસ્તાવ કરી રહ્યું છે. રેલવે કર્મચારીઓ માટે એક વ્યાપક સ્વાસ્થ્ય વિમા યોજના સાથે સંબંધિત તમામ પહેલુની તપાસ કરવા માટે એક સમિતીનુ ગઠન કરવામા આવ્યુ છે. ભારતીય રેલવેએ આ પ્રસ્તાવ પર પોતાના વિચારો માટે ઝૉનલ રેલવે અને પ્રૉડક્શન યૂનિટ્સના તમામ મહાપ્રબંધકોને અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેમાં 586 હેલ્થ યૂનિટ્સ, 45 ઉપ વિભાગીય હૉસ્પીટલ, 56 સંભાગીય હૉસ્પીટલ, આઠ પ્રૉડક્શન યૂનિટ્સ હૉસ્પીટલ અને 16 ઝૉનલ હૉસ્પીટલ છે. જેમાં આખા દેશમાં 2500થી વધુ ડૉક્ટરો અને 35000થી વધુ પેરામેડિટ સ્ટાફ છે.

કોરોના મહામારી દરમિયાન રેલવેએ દેશભરમાં કોરોના દર્દીઓ માટે 6500થી વધુ હૉસ્પીટલ બેડ સમર્પિત કર્યા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કેરને લઇને ટ્રેનોનુ સંચાલન ઓછુ થઇ ગયુ છે.