નવી દિલ્હી: રેલવે લેન્ડ ડેવલપમેન્ટ અથોરિટી નવી દિલ્હી રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારને મોટાપાયે રિડેવલપમેન્ટ કરી રહ્યું  છે. ભવિષ્યના દિવસોમાં નવી દિલ્હીનું રેલવે સ્ટેશન કેવું દેખાશે તેની 4 સત્તાવાર તસ્વીરો આરએલડીએ જાહેર કરી છે.


આરએલડીએ 14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે એક વર્ચૂઅલ રોડ શો પણ આયજીત કરી રહ્યું છે. જેથી આ મેગા પ્રોજેક્ટ વિશે રોકાણકારોને જાણકારી મળી શકે. તેમાં સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને સ્પેન સહિત વિવિધ દેશોના રોકાણકારો અને ડેવલપર્સ ભાગ લેશે.



આરએલડીએના એગ્ઝીક્યૂટિવ ડાઈરેક્ટર વિવેક સિન્હાએ જણાવ્યું કે, નવી દિલ્હી રેલવે સ્ટેશનની વર્તમાન બિલ્ડિંગની જગ્યાએ એક આલીશાન સિગ્નેચર ઈમારત બનશે. પાસે એક ફાઈલ સ્ટાર હોટલ અને બજેટ હોટલ બનશે, શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સ બનશે. આ બધુ એટલું શાનદાર બનાવવામાં આવશે કે તમને અહીં એરપોર્ટ જેવું અનુભવાશે.


આરએલડીએના વાઈચ ચેરમેન વેદ પ્રકાશ ડુડેજાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આ યોજનાથી નવી દિલ્હી ના કનાટ પ્લેસની આસ પાસનો નક્શો સંપૂર્ણ રીતે બદલાઈ જશે. સ્ટેટ એન્ટ્રી રોડની આસ પાસની અને પ્રોજેક્ટ લેન્ડ અંતર્ગત આવતી નાની મોટી લગભગ 200 વર્તમાન નાની મોટી ઈમારતો હટાવી દેવામાં આવશે. ચાર વર્ષની અંદર એટલે કે 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.



આ રેલવે સ્ટેશન દેશનું સૌથી મોટું સ્ટેશન હશે. વ્યસ્તતામાં આ દેશનું બીજુ સૌથી મોટું સ્ટેશન છે. અહીં રોજ પાચ લાખ યાત્રી ફુટફોલ થાય છે. અહીં 400 ટ્રેનો દરરોજ અવર-જવર કરે છે. આગળ પણ આ ટ્રેનોની સંખ્યા વધશે.