Weather Forecast: દેશભરમાં અત્યારે ચોમાસું એક્ટિવ છે અને સમગ્ર ભારતમાં મેઘતાંડવ પણ યથાવત છે. દિલ્હી-NCRમાં આજે (12 સપ્ટેમ્બર) સવારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. માર્ગો પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. 


આ દરમિયાન, IMD એ ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ટ્રફ દિલ્હીની નજીક છે, જેના કારણે અહીં આજે જ નહીં આવતીકાલે પણ વરસાદ પડી શકે છે. આ સિવાય 14 અને 15 સપ્ટેમ્બરે દિલ્હી NCRમાં વરસાદ પડ્યો હતો.


રાજધાની દિલ્હીમાંથી પસાર થઇ રહી છે મૉનસૂન ટ્રેક - 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર મધ્યપ્રદેશમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. આમાં એક પૂર્વ-પશ્ચિમ ટ્રેક મોસમી ચોમાસાની ટ્રેક સાથે ભળી ગઈ છે. આ ટ્રેક હવે દિલ્હી નજીકથી પસાર થાય છે. આ કારણોસર વરસાદની પણ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે વાવાઝોડું અને ભારે પવન પણ ફૂંકાઇ  શકે છે. IMD એ આજે ​​દિલ્હીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના 
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચમોલી અને બાગેશ્વર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. વહીવટીતંત્રે ચમોલી અને બાગેશ્વર જેવા જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો સહિત તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.


રાજસ્થાનમાં વરસાદનું અનુમાન 
રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભરતપુર, જયપુર, કોટા અને અજમેરના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.


UP અને મધ્યપ્રદેશમાં પણ વરસાદની સંભાવના 
IMD અનુસાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ રાજસ્થાન, પૂર્વ ગુજરાત, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે.


આ પણ વાંચો


Gujarat Rain: આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 12 જિલ્લામાં અપાયુ યલો એલર્ટ