Rain: વર્ષ 2023નો ઓગસ્ટ મહિનો 120 વર્ષમાં સૌથી સૂકો રહેનારો ઓગષ્ટ મહિનો બન્યો હતો. ઓગષ્ટમાં સામાન્ય કરતા 33 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો. સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ સુધી પણ ચોમાસાના છેલ્લા વરસાદની કોઈ શક્યતા નથી. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે અને દેશ હજુ પણ વરસાદને તરસી રહ્યો છે.
હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણના કેટલાક વિસ્તારો સિવાય ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વર્ષનો ઓગસ્ટ વર્ષ 1901 પછીનો સૌથી સૂકો ઓગસ્ટ રહ્યો છે. ચોમાસાના વિરામને કારણે ઉત્તરપૂર્વ અને હિમાચલ-ઉત્તરાખંડ સિવાય ઓગસ્ટમાં ઓછો વરસાદ વરસ્યો છે. આ કારણે ઓગસ્ટનું સરેરાશ તાપમાન 27.55 ડિગ્રી રહ્યું હતું. આ વલણ મુજબ, જ્યારે ઓગસ્ટ મહિનાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તે ઇતિહાસમાં સૌથી ગરમ ઓગસ્ટ મહિનો બની શકે છે.
અત્યાર સુધીમાં ઓગસ્ટના 29 દિવસમાંથી 25 દિવસમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટમાં ચોમાસાનો ત્રીજો વિરામ ચાલી રહ્યો છે જે આ સપ્તાહના અંત સુધી ચાલુ રહી શકે છે. ઓગસ્ટના અંતમાં આ ચોમાસાનો વિરામ ઇતિહાસમાં ચોથો સૌથી મોટો ચોમાસાનો વિરામ હશે. આ ઓગસ્ટમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે. આ આંકડો વધીને 35 ટકા થઈ શકે છે. આ ઓગસ્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી વરસાદની અછત હશે.
ઓછા વરસાદ પાછળના કારણોની વાત કરીએ તો આ વખતે 20 વર્ષ બાદ ઓગષ્ટમાં બીજી વખત ચોમાસાના વિરામની સ્થિતિ સર્જાઈ છે. અહીં વરસાદનું કારણ બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ આ વખતે સ્ટ્રોંગ નથી.. ચોમાસાની ટ્રફ લાઈનનો છેડો હિમાલયની તળેટીમાં ગયો છે. તો મધ્ય ભારતની આસપાસ ક્યાંય વરસાદ માટે હજુ પણ મજબૂત સિસ્ટમ નથી
અલ નિનો છેલ્લા 65 વર્ષમાં 14 વખત પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયો છે. આ 9 સમયમાં ભારતમાં મોટા પાયે દુષ્કાળ પડ્યો હતો. પરંતુ તેની અસર હળવી હતી. હવામાનશાસ્ત્ર અને ક્લાયમેટ ચેન્જ સ્કાયમેટના પ્રમુખ જી.પી. શર્માએ સંભાવના વ્યક્ત કરી છે કે 2023માં 1991 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વાસ્તવમાં જો સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ હોય તો હવામાનશાસ્ત્રની વ્યાખ્યામાં તેને મધ્યમ દુષ્કાળનું વર્ષ કહેવામાં આવે છે.