Chandrayaan 3 Mission: ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ફરે છે. રોવર સતત ચંદ્ર પરથી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યું છે અને ચંદ્રના ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યું છે. આ દરમિયાન, રોવરે હવે વિક્રમ લેન્ડરનો ફોટો પણ લીધો છે, જે બુધવારે (30 ઓગસ્ટ) ISRO દ્વારા શેર કરવામાં આવ્યો હતો.


 






ISRO એ ટ્વિટ કરીને જણાવ્યું કે, (હવે x)  સીમાઓથી પર. ચંદ્રામાના દ્રશ્યોથી પાર- ભારતના રોવર માટે કોઈ સીમા નથી. ફરી એકવાર પ્રજ્ઞાને વિક્રમને પોતાના કેમેરામાં કેદ કર્યું. આ તસવીર બુધવારે સવારે 11 વાગ્યાની આસાપસ લગભગ 15 મીટરના અંતરેથી લેવામાં આવી છે. NavCams ડેટા SAC/ISRO, અમદાવાદ વતી સંશોધિત કરવામાં આવે છે.


સવારે વિક્રમની તસવીર પણ બહાર પાડવામાં આવી હતી


આ પહેલા દિવસે પણ ઈસરોએ વિક્રમ લેન્ડરનો ફોટો જાહેર કર્યો હતો જે રોવર દ્વારા લેવામાં આવ્યો હતો. ઈસરોએ જણાવ્યું હતું કે આ તસવીર રોવરમાં લગાવેલા નેવિગેશન કેમેરા (Navcam)માંથી લેવામાં આવી છે. સ્પેસ એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, સ્માઇલ પ્લીઝ, પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર કેપ્ચર કરી છે. આ તસવીર બુધવારે સવારે 7.35 વાગ્યે લેવામાં આવી હતી.


ચંદ્રયાન-3ને અત્યાર સુધી ચંદ્રમાં પર શું શું શોધ્યુ ?
ISROએ મંગળવારે (29 ઓગસ્ટ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક પૉસ્ટ દ્વારા ચંદ્રયાન-3ની અત્યાર સુધીની શોધ વિશે માહિતી આપી હતી. ચંદ્રયાન-3 ના રૉવર પ્રજ્ઞાનના પેલૉડ દ્વારા શોધાયેલ તત્વોમાં એલ્યૂમિનિયમ (Al), સલ્ફર (S), આયર્ન (Fe), ક્રૉમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), સિલિકૉન (Si) અને ઓક્સિજન (O) નો સમાવેશ થાય છે. આ સાથે ચંદ્રયાન-3 હાઈડ્રૉજનની શોધ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે ઓક્સિજન બાદ જો ચંદ્ર પર હાઈડ્રોજનની પણ શોધ થઈ જાય તો તે ચંદ્ર પર પાણીની શોધની દિશામાં એક મોટું પગલું હશે.


ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દ્વારા ઇતિહાસ રચાયો હતો


નોંધનિય છે કે, ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટની સાંજે 6:40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પહોંચી શક્યું ન હતું. લેન્ડર મોડ્યુલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરથી સજ્જ છે. લેન્ડર અને રોવરને એક ચંદ્ર દિવસ (14 પૃથ્વી દિવસની સમકક્ષ) કામ કરવા માટે વિકસાવવામાં આવ્યા છે.