Delhi Rain: રાજધાની દિલ્હી અને NCRમાં આજે હવામાનનો મિજાજ બદલાયો છે. જોરદાર પવનની સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને નવું અપડેટ આપ્યું છે. જણાવવામાં આવ્યું છે કે દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. હાલમાં વરસાદ અને પવન ઓછો તશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળતા પહેલા તમારે વરસાદની સ્થિતિ જોઈને તૈયારી કરીને બહાર નિકળવું. દિલ્હી-NCRમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. આકરી ગરમી વચ્ચે હવામાનનો મિજાજ એકાએક બદલાયો છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સમયે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ છે.
દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના 100થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી થવાના કોલ આવ્યા હતા, જેમાં મોતી નગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી 3 લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગનું કહેવું છે કે અમે સંપૂર્ણ રીતે એલર્ટ છીએ અને સતત કોલ એટેન્ડ કરી રહ્યા છીએ.
રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ, ગુજરાતના આ ભાગમાં 25 મેના રોજ વરસાદની આગાહી
રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે જ રવિવારે સવારે વાતાવરણમાં પલટો આવતાઆકાશમાં વાદળ ઘેરાયા હતા અને ધૂળીયુ વાતાવરણ સર્જાયું હતુ. જેના લીધે મોટાભાગના શહેરનું તાપમાન ઘટ્યુ હતુ.
જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. આ વખતે રાજ્યમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48% વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.