IMD Rain Alert:હવામાન વિભાગ, IMD એ સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની  (rain)આગાહી કરી છે. IMD અનુસાર, ઓગસ્ટમાં સામાન્ય કરતાં વધુ વરસાદ (rain) પછી, સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતમાં સામાન્ય કરતાં વધુ પડી રહી શકે છે.


આ સિવાય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર-પશ્ચિમ ભારત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને કહ્યું કે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશ 167.9 મીમી વરસાદ થઈ શકે છે, જે સામાન્ય કરતા 109 ટકા વધુ છે,


આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા


એક મોટી આગાહી કરતી વખતે, IMD ચીફે અનુમાન લગાવ્યું છે કે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આજુબાજુના વિસ્તારો સહિત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.


પીટીઆઈ અનુસાર, આઈએમડીના વડાએ કહ્યું, 'ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, દક્ષિણ દ્વીપકલ્પના ઘણા ભાગો, ઉત્તર બિહાર અને ઉત્તરપૂર્વીય ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરપૂર્વીય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની અપેક્ષા છે.


IMD એ કહ્યું કે, મોનસૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિમાં રહેવાની ધારણા છે, જેના કારણે બંગાળની ખાડીમાં ઘણી ઓછી પ્રેશરવાળી પ્રણાલીઓ વિકસિત થવાની સંભાવના છે, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ રાજસ્થાન તરફ આગળ વધી શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આ મોનસૂન ટ્રફ  હિમાલયની તળેટી તરફ પણ જઈ શકે છે અને સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.


હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ આજથી પાંચ દિવસ રાજ્યમાં ફરી મેઘરાજા  ધમાકેદાર બેટિંગ કરશે.  આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ (rain) વરસી શકે છે.


આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું (rain) યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  ભારે વરસાદ વરસી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદનું  અનુમાન વ્યક્ત કર્યું છે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની અનુમાન  અંબાલાલ પટેલે વ્યક્ત કર્યુ છે.


સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં   111 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 179.21 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 124.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 88.26 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.