Raj Kishor Mishra: નવોદિત સાહિત્યકાર રાજ કિશોર મિશ્ર જી એક એવા કલમકાર છે કે જેમની પૃષ્ઠભૂમિ તો ઇજનેરી (એન્જિનિયરિંગ) ક્ષેત્રની રહી છે, પરંતુ લગાવ હંમેશા જ સાહિત્ય સાથે રહ્યો છે. તેમની પાસેથી હિન્દી તેમજ મૈથિલી સાહિત્યને ખૂબ સારી અપેક્ષાઓ છે. તેમણે બી. ટેક (ઇલેક્ટ્રિકલ)નો અભ્યાસ આઈ. ટી. બીએચયૂ (કે જે હાલમાં આઈ. આઈ. ટી. બીએચયૂ, વારાણસી છે)માંથી વર્ષ 1982માં પૂર્ણ કર્યો. યૂ.પી.એસ.સી. દ્વારા લેવાતી ઇજનેરી સેવા પરીક્ષા 1982માં પસંદગી થતા ટેલીકૉમ્યુનિકેશન વિભાગ, ભારત સરકારમાં તેમની સહાયક કાર્યપાલક ઇજનેર (ઇલેક્ટ્રિકલ) પદે નિમણૂક થઈ. દૂર-સંચાર વિભાગ તથા ભારત સંચાર નિગમ લિમિટેડ (બી. એસ. એન. એલ.)માં લગભગ 34 વર્ષો સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2020માં બી. એસ. એન. એલ. વડામથકમાંથી ચીફ જનરલ મૅનેજર (વિદ્યુત)ના હોદ્દા પરથી તેમની નિવૃત્તિ થઈ.


16 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુકી છે


સાહિત્ય ક્ષેત્ર સાથે તેમનું જોડાણ સેવા-કાળથી જ હતો. અત્યાર સુધી તેમની 16 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુકી છે કે જેમાં 11 પુસ્તકો હિન્દી સાહિત્યમાં છે, જ્યારે 5 મૈથિલીમાં. હિન્દી ભાષામાં તેમના દ્વારા રચાયેલા પુસ્તકોના નામ ક્રમશ: આ પ્રકારે છે : પ્રવાહિની, ઊર્જા-વર્ણન, સંવેગ, પ્રદૂષણ, જળ-સંકટ, પુષ્પરેણુ, શતભિષા, જલ-લતા, વેણુ-પત્ર, કૃતાંજલિ તથા ત્વિષા. આ તમામ પુસ્તકો કાવ્ય-રચનાઓ છે કે જેમાં ઊર્જા-વર્ણન, પ્રદૂષણ તથા જલ-સંકટ ખાસ નોંધનીય છે.


હિન્દીના બાકીના પુસ્તકો વિવિધ વિષયો પર આધારિત છે


ઊર્જા-વર્ણન (ખંડ-કાવ્ય) તેમજ પ્રદૂષણ (ખંડ-કાવ્ય) પુસ્તકો ઇંડિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા હિન્દીમાં પ્રથમ કાવ્ય, ઊર્જા-વર્ણન પર તથા પ્રદૂષણ પર જાહેર કરવામાં આવી છે. જલ-સંકટ (ખંડ-કાવ્ય) લખવા માટે રાજ કિશોર મિશ્ર જીના વખાણ ઇંડિયા બુક ઑફ રેકૉર્ડમાં નોંધવામાં આવી છે. હિન્દીના બાકીના પુસ્તકો વિવિધ વિષયો પર આધારિત છે. તેમની સાહિત્યિક રચનાઓ મુખ્યત્વ પ્રકૃતિના વિરાટ વ્યક્તિત્વ, મનુષ્યના બહુઆયામી સ્વભાવ, દેશભક્તિ, સામાજિક સમસ્યાઓ તથા અન્ય પ્રાસંગિક વિષયો પર આધારિત હોય છે.


વિષય-વસ્તુ સમસ્યાની વિવેચનાની સાથે-સાથે સમકાલીન સમાધાન યુક્ત હોય છે કે જેમાં હકારાત્મકતા પર ખાસ ભાર રહે છે. વૈજ્ઞાનિક વિચારસરણી, પ્રદૂષણ-નિયંત્રણ તથા જળ-સંરક્ષણને કેન્દ્રમાં રાખી ઘણી બધી રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મૈથિલી ભાષામાં પણ અત્યાર સુધી તેમણે પાંચ પુસ્તકોની રચના કરી છે કે જેમના નામ છે : મેઘપુષ્પ, મંથન, અષ્ટદલ, નવ પાત-નવ બાત અને ચાનનિ. તેમને અત્યાર સુધી સાત પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા છે કે જેમાં SAARC Regional Brilliance Award 2022 ખાસ ઉલ્લેખનીય છે. અતિ પ્રતિષ્ઠિત પત્રિકા (મૅગેઝીન) FoX story India દ્વારા જુલાઈ 2022ના અંકમાં રાજ કિશોર મિશ્ર જીનો 100 Influential Indians માં સમાવેશ કરવામાં આવ્યો છે.