ત્રણ નવા કૃષિ કાયદાને લઇને વિદેશીઓએ કરેલા ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મનસેએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરેએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, રિહાના કોણ છે. હું નથી જાણતો, ભારત રત્ન સન્માનિત પ્રતિભા તેના ટવિટનો જવાબ શું કામ આપે?
ખેડૂત આંદોલનને લઈને વિદેશી હસ્તીઓ દ્વારા કરવામાં આવી રહેલી પ્રતિક્રિયા બાદ દેશનું રાજકારણ પણ ગરમાયું છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સિંગર રિહાના,પર્યવરણ પ્રેમી ગ્રેટા થનર્બન સહિતની કેટલીક હસ્તીઓ ટવિટ કર્યુ હતું,. જો કે આ વિદેશી ટવિટનો ભારતના સેલેબ્સે એકસૂરમાં જવાબ આપ્યો હતો કે આ દેશનો આંતરિક મામલો છે.
બોલિવૂડ હસ્તીઓ દ્રારા રિહાનાના ટવિટનો જવાબ આપ્યાં બાદ લત્તા મંગેશકર અને સચિન તેંદુલકરે પણ આ મુદ્દે ટવિટ કર્યું હતું. આ મુદ્દે મનસેના નેતા રાજ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના પ્રચાર પ્રસાર માટે અક્ષય કુમાર જેવા સેલેબ્સ પૂરતા છે. ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોનો ઉપયોગ આ રીતે સરકારે ન કરવો જોઇએ.
કોણ છે રિહાના:ઠાકરે
મનસેના નેતા રાજ ઠાકરેએ કહ્યું રિહાના કોણ મહિલા છે? મને તો એ પણ ખબર નથી કે, તેમણે ક્યારે શું કહ્યું.. પરંતુ આશ્ચર્યજનક છે કે, અહીની સરકાર પણ તેને જવાબ આપે છે. આ ટવિટ પહેલા કેટલા લોકો તેને ઓળખતા હતા? તેમના એક ટવિટ પર દરેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. “ આ અમારા દેશનો આંતરિક મામલો છે”
રાજ ઠાકરેએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પીએમ મોદીનો નારો, “અગલી બાર ટ્રમ્પ સરકાર” આ શું હતું. ઉલ્લેખનિય છે કે,. ખેડૂત આંદોલનના સમર્થન વાળા રિહાના ટવિટ બાદ થયેલા ટવિટ પર તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
લત્તા મંગેશકર અને સચિન તેંડુલકરના ટવિટ પર રાજ ઠાકરે કેમ ભડક્યાં? શું છે મામલો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 01:55 PM (IST)
ત્રણ નવા કૃષિ કાયદાને લઇને વિદેશીઓએ કરેલા ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મનસેએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -