Rajasthan Election Live: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, અનેક જગ્યાએ લાંબી લાઈનો

Rajasthan Election Updates: રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે પરંતુ 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે કરણપુર સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Nov 2023 02:51 PM

બ્રેકગ્રાઉન્ડ

Rajasthan Election Live Updates: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે પરંતુ 199 બેઠકો...More

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોટામાં પોતાનો મત આપ્યો

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોટામાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. જે બાદ તેમણે કહ્યું, લોકશાહીના આ ઉત્સવમાં લોકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.