Rajasthan AAP Candidate List: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા આજે રાજસ્થાન કોંગ્રેસે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસની ત્રીજી યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ છે. AAP અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.






રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી. કારણ કે 23 નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો થવાના કારણે ચૂંટણીની તારીખ બદલવામાં આવી હતી. ઘણી સંસ્થાઓએ આ અંગેની માંગણી કરી હતી.


નોંધનીય છે કે AAP દિલ્હી અને પંજાબની બહાર પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલ અને પાર્ટીના ટોચના નેતાઓએ ઘણી વખત મુલાકાત કરી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. દરમિયાન આજે રાજસ્થાનમાં EDની કાર્યવાહીના પગલે દિવસભર રાજકીય વાતાવરણ ગરમાયું હતું. સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને EDના સમન્સ મળ્યા બાદ કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાઓએ અનેક નિવેદન આપ્યા હતા. 


નોંધનીય છે કે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ રાજસ્થાનમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


કોંગ્રેસે ગુરુવારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે તેની ત્રીજી યાદી જાહેર કરી જેમાં 19 ઉમેદવારોને સ્થાન મળ્યું હતું. આ લિસ્ટની ખાસ વાત એ છે કે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ઘણા સમર્થકોને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્યો હરીશ મીણા, રાકેશ પારીક, ગજરાજ ખટાણાને તક આપવામાં આવી છે.






પાર્ટીએ આ યાદીમાં બે મહિલા ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ધોલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા સૌથી લોકપ્રિય ચહેરા સોભા રાની કુશવાહાને ટિકિટ આપી છે, દરમિયાન બગરુથી ધારાસભ્ય ગંગા દેવીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં મોટાભાગના નામો ગત વખતે પણ ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધી 95 નામ જાહેર કર્યા છે.