Rajasthan Budget Announcement: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. સીએમ ગેહલોતે પહેલા જ જનતાને વચન આપ્યું હતું કે આ વખતનું બજેટ 2023-24 મહિલા-યુવાઓ પર કેન્દ્રિત હશે અને જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. બજેટ સામે આવ્યા બાદ સીએમ ગેહલોત પોતાનુ વચન પુરુ કરતા જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ રાજસ્થાન બજેટ 2023-24ની 10 મોટી બાબતો-


1. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મફત


યુવાનોને મોટી ભેટ આપતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં તમામ ભરતી પરીક્ષાઓમાં વિનામૂલ્યે અરજી કરવાની સુવિધા આપી છે. હવે તમામ ભરતી પરીક્ષાઓ ફ્રી રહેશે. તમામ પ્રવેશ પરીક્ષાઓ માટે 'વન ટાઇમ ચાર્જ' હશે. આ માટે 200 કરોડની જોગવાઈ. એટલું જ નહીં યુવાનો માટે સરકારી કોલેજ કેમ્પસમાં 100 જેટલા જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. સાથે જ પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવશે.


2. 1 થી 12 સુધી મફત શિક્ષણ


રાજસ્થાનમાં છોકરીઓની સાથે છોકરાઓને પણ ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવશે. RTE હેઠળ 12મા સુધીના બાળકો મફત શિક્ષણ મેળવી શકે છે.


3. રોજગાર સંબંધિત જાહેરાત


હવે ગ્રામીણ વિસ્તારો તેમજ સાત શહેરોમાં રોજગારી સુનિશ્ચિત કરવા માટે 'ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના' લાગુ કરવામાં આવી રહી છે. આગામી વર્ષમાં શહેરીજનોને 100 દિવસની રોજગારી આપવામાં આવશે. તેના પર લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.


4. કોરોનામાં અનાથ બાળકોને સરકારી નોકરી


કોરોનાના સમયગાળા દરમિયાન એવા હજારો બાળકો હતા જેમણે તેમના માતા-પિતા બંને ગુમાવ્યા હતા અને હવે અનાથાશ્રમમાં અથવા સંબંધીઓ સાથે રહે છે. આ બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ગેહલોત સરકારે તમામને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી છે.


5. ગર્લ સ્ટુડન્ટ્સને સ્કૂટી મળશે


રાજસ્થાન સરકારે આ બજેટમાં વિદ્યાર્થીનીઓને ટુ-વ્હીલર આપવાની જાહેરાત કરી છે. એટલે કે રાજસ્થાનની તમામ વિદ્યાર્થીનીઓ પાસે હવે સ્કૂટી હશે.


6. તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજો હશે


સીએમ અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે, રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં મેડિકલ કોલેજો હશે. એટલે કે બાકીના તમામ જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


7. સંશોધન વિદ્યાર્થીઓને રૂ. 30 હજારની આર્થિક સહાય


બજેટમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ઘણી લાભદાયી જાહેરાતો કરવામાં આવી છે. આમાંથી એક સરકાર સંશોધન વિદ્યાર્થીઓને 30,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપે છે.


8. વિદ્યાર્થીઓ માટે મફત બસ સેવા


બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, હવે રાજસ્થાનના તમામ વિદ્યાર્થીઓ માટે 75 કિલોમીટર સુધીની બસની મુસાફરી મફત રહેશે. આ માટે તેઓએ ટિકિટ લેવાની રહેશે નહીં.


9. આ પરિવારોને અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે


ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. આ પેકેટમાં દાળ, ખાંડ સહિત રાશનની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


10. કુટુંબ દીઠ વીમા રકમમાં વધારો


આ ઉપરાંત મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય યોજના હેઠળ વીમાની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.