Rajasthan News: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજેના કાફલાને લઈ જતી પોલીસ કાર પલટી ખાઇ જતાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ અકસ્માત પાલી જિલ્લામાં રોહત અને પનિહારી ઈન્ટરસેક્શન પાસે થયો હતો.


આ અકસ્માત એક બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે થયો હતો, જેમાં પોલીસની બૉલેરો ગાડી કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. વસુંધરા રાજે પાલી જિલ્લાના બાલીમાં કેબિનેટ મંત્રી ઓટારામ દેવાસીની માતાના નિધન પર સાંત્વના આપવા ગયા હતા.


ત્યાં વસુંધરાને એસ્કૉર્ટ કરી રહેલું પોલીસ વાહન મહાદેવ હૉટલ પાસે પલટી ગયું. વસુંધરા રાજે તરત જ નીચે ઉતર્યા અને ઘાયલ પોલીસકર્મીઓને એમ્બ્યૂલન્સમાં બાલી હૉસ્પિટલમાં મોકલ્યા. હાલ ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.






વસુંધરા રાજેના કાફલાના નડેલા અકસ્માત બાદ ઘાયલ ચારથી પાંચ જવાનોને વસુંધરા રાજેએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. ખરેખરમાં, પૂર્વ સીએમ વસુંધરા રાજેના કાફલાની પાછળ આવતી પોલીસની જીપ પલટી જતાં પોલીસકર્મી રૂપરામ, ભાગ ચંદ, સૂરજ, નવીન અને જિતેન્દ્ર ઘાયલ થયા હતા. આ ઘટના પાલી જિલ્લાના બલીમાં બની હતી. મંત્રી ઓતા રામ દેવાસીની માતાના નિધન પર શોક વ્યક્ત કરીને રાજે તેમના ગામ મુંદરાથી જોધપુર પરત ફરી રહ્યા હતા. પૂર્વ સીએમને આ અંગેની માહિતી મળતા જ. તે ઘાયલો પાસે પહોંચી અને તેમને એમ્બ્યૂલન્સમાં બેસાડી સરકારી હૉસ્પિટલ બાલી મોકલ્યા. બાલીના ધારાસભ્ય પુષ્પેન્દ્ર સિંહને તેમની સાથે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘાયલોને હાલમાં બાલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કલેક્ટર, મંત્રી, એસપી ચુનારામ જાટ, ધારાસભ્ય પુષ્પેન્દ્ર સિંહ સ્થળ પર હાજર છે.


વસુંધરા રાજે સુરક્ષિત 
જોકે, આ અકસ્માતમાં પૂર્વ મુખ્યમંત્રીની ગાડીને કોઇપણ પ્રકારનું નુકસાન ન હતુ પહોંચ્યુ, અને તેમને ઇજા પણ ન હતી થઇ. સામાન્ય રીતે કાફલાની ગાડીઓ એકની પાછળ એક હોય છે, જેમાં એકના ટકરાવવાથી બીજી ગાડીને પણ દૂર્ઘટના થવાની આશંકા રહે છે.


આ પણ વાંચો


ખુશખબર, ખેડૂતોને લૉન આપવા મોદી સરકારે શરૂ કરી આ યોજના, જાણો ક્યારે ને કઇ રીતે મળશે લાભ