Ashok Gehlot Vs Sachin Pilot: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચે સોમવારે (મે 29) પાર્ટી દ્વારા સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચાર કલાક ચાલેલી બેઠક બાદ અશોક ગેહલોત અને સચિન પાયલોટ રાત્રે લગભગ 11.45 વાગ્યે પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મીડિયાને મળ્યા હતા. તેમની સાથે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા પણ જોવા મળ્યા હતા.


કયા ફોર્મ્યુલા પર સહમતિ થઈ ?


ગહેલોત અને સચિન પાયલટ લાંબા સમય પછી સાથે જોવા મળ્યા હતા. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને જણાવ્યું કે, અમે અશોક ગેહલોત, સચિન પાયલટ અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સાથે ચાર કલાક લાંબી ચર્ચા કરી છે. આ ચર્ચામાં અમે નક્કી કર્યું છે કે અમે એક થઈને ચૂંટણી લડીશું. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે ચૂંટણી જીતશે.


કૉંગ્રેસ મહાસિચવ કેસી વેણુગોપાલે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રાજસ્થાન કોંગ્રેસ પાર્ટી માટે મજબૂત રાજ્ય છે. તેમણે કહ્યું, “અમે જીતવાના છીએ. બંને નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલોટ આ બાબતોના પ્રસ્તાવ પર એકતા અને સર્વસંમતિથી સંમત થયા છે. આ મારે કહેવું છે.



હાઈકમાન્ડ ક્યારે નિર્ણય લેશે ? 


ગહેલોત અને પાયલોટની ભૂમિકા અંગે અંતિમ નિર્ણય શું હતો ? જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વેણુગોપાલે કહ્યું, બંને લોકોએ (પાયલોટ અને ગેહલોત) નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. હાઈકમાન્ડ નિર્ણય લેશે. બંને સહમત છે, તેની ચિંતા કરશો નહીં. બંને નેતાઓ સાથે મળીને કામ કરવા સહમત થયા છે. 


તમને જણાવી દઈએ કે કેસી વેણુગોપાલ અશોક ગેહલોત કે સચિન પાયલટે સમાધાનની ફોર્મ્યુલા પર સવાલનો જવાબ આપ્યો ન હતો. સમાધાનની ફોર્મ્યુલા પર સસ્પેન્સ યથાવત છે. દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ નેતાઓની બેઠકની તસવીર ટ્વીટ કરીને રાજસ્થાનમાં કર્ણાટકની જીતનું પુનરાવર્તન કરવાની વાત કરી હતી.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, "કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજે સાંજે અશોક ગેહલોત અને સચિન પાયલટને મળ્યા. કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં પણ કર્ણાટકની સફળતાનું પુનરાવર્તન કરવાના માર્ગે છે.