Rajasthan News: રાજસ્થાનમાં એક તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ખેંચતાણને લઈને હજી સુધી કોઈ નક્કર સમાધાન નથી થયું ત્યાં અશોક ગેહલોત માટે વધુ એક પડકાર ઉભો થયો છે. અશોક ગેહલોતની સરકારમાં કેબિનેટ મંત્રીનો એક વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાજસ્થાન ભાજપ (BJP)એ સાલેહ મોહમ્મદનો વીડિયો ટ્વીટ કરીને મંત્રીના રાજીનામાની માંગ કરી છે. 


અશોક ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદનો અશ્ચિલ વીડિયો સામે આવ્યો છે. જો કે, હજુ સુધી આ સમગ્ર મામલે લઘુમતી બાબતોના કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બીજી તરફ, જેલમેરના પોલીસ અધિક્ષક (જેલમેર એસપી)એ આ વાયરલ વીડિયો બાબતે તેમની પાસે કોઈ માહિતી ના હોવાનું જણાવ્યું હતું.


જાણો શું છે આ અશ્ચિલ વીડિયોમાં?


સાલેહ મોહમ્મદનો આ અશ્ચિલ વાયરલ વીડિયો 58 સેકન્ડનો છે. આ વીડિયો કોલ રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા વતી કોલ કરવામાં આવ્યો છે. કોલ દરમિયાન મંત્રી સાલેહ મોહમ્મદનું નામ અને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે. કોલ રીસીવ થતા જ મંત્રીનો ચહેરો પણ થોડીક સેકન્ડ માટે દેખાય છે. જે મહિલા વતી કોલ કરવામાં આવ્યો હતો તે અર્ધ-નગ્ન હાલતમાં છે અને વાંધાજનક કૃત્ય કરતી જોવા મળે છે.






જોકે સાલેહ મોહમ્મદ યુવતી સાથે છે અથવા તો તેને આ વીડિયોમાં અલગથી સામેલ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે જાણીતું નથી. આ વીડિયોનું સત્ય શું છે તે તો સમય જ કહેશે, પરંતુ આ વીડિયોને કારણે રાજસ્થાનનું રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે.


બીજેપીના ટ્વીટથી હંગામો મચી ગયો છે


રાજસ્થાન ભાજપે મંત્રીના વાયરલ વીડિયોને ટ્વિટ કરીને મંત્રીના રાજીનામાની માંગ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'અશોક ગેહલોત જી, આ પહેલીવાર નથી જ્યારે કોઈ મહિલા સાથે તમારા મંત્રીનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શું તમે મંત્રી સાલેહ મોહમ્મદને બરખાસ્ત કરશો કે "વોટ બેંક"ના લોભ માટે તેમને છોડી મુકશો?


કોણ છે સાલેહ મોહમ્મદ? 


સાલેહ મોહમ્મદ સિંધી મુસ્લિમોના ધાર્મિક નેતા ગાઝી ફકીરના મોટા પુત્ર છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શૈતાન સિંહે કોંગ્રેસના ધારાસભ્ય સાલેહ મોહમ્મદને 34444 મતોથી હરાવ્યા હતા. જ્યારે વર્ષ 2008ની વિધાનસભા ચૂંટણીમાં INCના સાલેહ મોહમ્મદે ભાજપના શૈતાન સિંહને માત્ર 339 મતોથી હરાવ્યા હતા પરંતુ વર્ષ 2018માં સાલેહ મોહમ્મદે ભાજપના મહંત પ્રતાપ સૂરીને 872 મતોથી હરાવ્યા હતા. હાલ સાલ્હે ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી છે.