મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે રાતે રાજ્ય મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંક્રમણથી પ્રભાવિત આઠ મુખ્ય જિલ્લા જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારમાં બજાર, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ તથા અન્ય કોર્મર્શિયલ સંસ્થા સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ આઠ જિલ્લા મુખ્યાલયોના શહેરી વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ દરમિયાન કર્ફ્યૂ રહેશે.
આ નાઈટ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારોહમાં જનારા, મેડિકલ સહિત અતિ આવશ્યક સેવાઓ સંબંધિત લોકો તથા બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી કરનાર લોકોને અવર જવર માટે છૂટ રહેશે.
આ પહેલા મધ્ય પ્રદેશના પાંચ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પાંચ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.