જયપુરઃ રાજસ્થાન સરકારે બુધવારે વિધાનસભામાં પોતાની સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ અવસર પર રાજ્ય સરકાર દ્વારા તમામ 200 ધારાસભ્યોને iPhone 13 ગિફ્ટમાં આપ્યો હતો. એક ફોનની અંદાજીત કિંમત એક લાખ 20 હજાર હોવાનું કહેવાય છે. સરકારે માત્ર ધારાસભ્યોને ભેટ આપવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.


ધારાસભ્યોને આઇફોન 13 ગિફ્ટમાં આપ્યો


આ અંગે ધારાસભ્યો સાથે જ્યારે વાત કરવામાં આવી તો કોઇ ધારાસભ્યએ કહ્યું કે તેઓ વધુ કામ કરશે. તો કોઇએ કહ્યું કે તેમની પાસે અગાઉથી એક ફોન છે પરંતુ સરકારે વધુ એક આપ્યો છે. જોકે ધારાસભ્ય પોતે આઇફોન લેવા નથી પરંતુ તેમના કર્મચારીઓને ગિફ્ટ લેવા મોકલ્યા છે.જો કે, પ્રથમવાર નથી જ્યારે ધારાસભ્યોને આટલી મોંઘી ભેટ આપવામાં આવી હોય. આ પહેલા પણ આ જ રીતે ગિફ્ટ આપવામાં આવી છે.


સરકારે તર્ક આપ્યો હતો કે તમામ ધારાસભ્યોને હાઇટેક બનાવવા પડશે. કારણ કે પેપરલેસ તરફ આગળ વધી રહ્યા છીએ અને ડિજિટલ બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.


રાજસ્થાન સરકારે તેનું નવું બજેટ રજૂ કર્યું જેના તમામ દસ્તાવેજો બ્રીફકેસને બદલે iPhoneમાં આપવામાં આવ્યા હતા. આ iPhonesને પણ લેટેસ્ટ એપ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. અગાઉ ધારાસભ્યોને પણ આ જ કારણોસર લેપટોપ આપવામાં આવ્યા હતા.


સરકારના આ વર્ષના બજેટની વાત કરીએ તો મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના હેઠળ 1 કરોડ 33 લાખ મહિલાઓને સ્માર્ટ ફોન આપવાની તૈયારી ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ફોન 3 વર્ષની ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે આપવામાં આવશે.


 


Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે


SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું


New 2022 Maruti Baleno Facelift: મારુતિ સુઝુકી બેલેનો ફેસલિફ્ટેડ વર્ઝન થયું લોન્ચ, ઓછી કિંમત અને હાઇટેક ફીચર્સ સાથે આ કાર્સ સાથે થશે મુકાબલો


National Pension System: NPSની આ સેવાઓ માટેના ચાર્જમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે