ઓટો યૂનિયનના અધ્યક્ષ કુલદીપ સિંહે કહ્ય, જયપુરમાં 40,000 ઓટો રિક્ષા છે. લોકડાઉન દરમિયાન તેમની સેવા ઠપ થઈ ગઈ છે. દિશા નિર્દેશ પ્રમાણે ઓટો રિક્ષાનું સંચાલન શરૂ થઈ ગયું છે, પરંતુ બે મહિના દરમિયાન થયેલા નુકસાનમાંથી બહાર નીકળવામાં સમય લાગશે.
કુલદીપ સિંહે કહ્યું કે બજાર ખૂલ્યા બાદ વેપાર શરૂ થઈ શકે છે પરંતુ તેમ છતાં અમે સરકારને સેવાઓના સંચાલનની મંજૂરી આપવા માટે આભાર માનીએ છીએ. ઓટો રિક્ષા ચાલકોને પણ તમામ દિશા નિર્દેશોનું પાલન કરવાનું જણાવાયું છે.
ઓટો રિક્ષા ચાલકોએ સરકારના ફેંસલાનું સ્વાગત કર્યુ હતું. એક ઓટો રિક્ષા ચાલકે જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા હતા પરંતુ અમે આશા છે કે જલદી બધું ઠીક થઈ જશે.